[surat] - સ્નેચિંગ / સુરતમાં મહિલા આસિસ્ટન્ટ મેનેજરનું ચાલુ મોપેડ પરથી પર્સ છીનવી સ્નેચર ફરાર

  |   Suratnews

પર્સ છીનવામાં મહિલા આસી.મેનેજરની ભાભી નીચે પટકતાં માથામાં ઈજા થઈ

અડાજણ પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતઃ ઉધનામાં આસિસ્ટન્ટ મેનેજરનું ચાલુ મોપેડએ પર્સ છીનવી ગયા હતા. જેમાં મેનેજરની ભાભી મોપેડ પરથી પડી જતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. પર્સમાં પાન કાર્ડ, સીવીલ ડીફેન્સનું આઈકાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ રોકડ 4 હજાર હતી. અડાજણ પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો નોંધ્યો છે.

પિક્ચર જોઈ પરત ફરતા ભોગ બન્યા

ઉધના ઉઘોગનગર સંઘ બિલ્ડિંગમાં પ્રાઇવેટ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતી સ્વાતીબેન રજનીકાંત ગાંધી 27મી તારીખે મધરાત્રે ભાઈ-ભાભી સાથે પિક્ચર જોઈને ઘરે આ‌વતા હતા. ભાઈ કારમાં આવતો હતો અને આસિસ્ટન્ટ મેનેજર સ્વાતી ગાંધી તેની ભાભી લીશા સાથે મોપેડ પર ઘરે જતા હતા. રસ્તામાં અડાજણ ગ્રીન વેલી રોત શાંતમ રો હાઉસ પાસે બે બદમાશોએ બાઇક પર આવીને પાછળ બેઠેલી સ્વાતીની ભાભી શાલીના હાથમાંથી સ્વાતીનું પર્સ છીનવીને ભાગી ગયા હતા. જેના કારણે સ્વાતીની ભાભી નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આ‌વી હતી. પર્સમાં પાન કાર્ડ, સીવીલ ડીફેન્સનું આઈકાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ રોકડ 4 હજાર હતી. અડાજણ પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો નોંધ્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Zlpw5gAA

📲 Get Surat News on Whatsapp 💬