[vadodara] - આપઘાત / વડોદરામાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

  |   Vadodaranews

માસુમ પુત્રની પરવા કર્યા વીના જ માતાએ અંતિમ પગલું ભર્યું

વડોદરા: વડોદરા શહેરના વડસર રોડ ઉપર આવેલી અક્ષર રેસિડેન્સીમાં મકાન નં-506માં રહેતી અને બ્યૂટી પાર્લર ચલાવતી પરિણીતાએ આજે વહેલી સવારે ગળે ફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

આત્મહત્યાનું કારણ અકબંધ

વડોદરા શહેરના વડસર રોડ પર અક્ષર રેસિડેન્સીમાં હેતાક્ષીબહેનના પતિ કુલદીપકુમાર પટેલ વતનમાં ખેતીકામ કરે છે. તેઓ તેમના 5 વર્ષના પુત્ર ધૈર્ય સાથે સસરા પ્રવિણભાઇ પટેલ સાથે રહેતા હતા. મોડી રાત્રે તેઓએ કોઇક કારણસર પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. સિનિયર કે.જી.માં અભ્યાસ કરતા પાંચ વર્ષના પુત્ર ધૈર્યની પરવા કર્યા વિના હેતાક્ષીબહેન પટેલે કયા કારણોસર ફાંસો ખાઇ લીધો. તે રહસ્ય અકબંધ છે. હાલમાં માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ એ.એસ.આઇ. વહીદભાઇ કરી રહ્યા છે.

ફોટો - http://v.duta.us/qPw1igAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LOi4TgAA

📲 Get Vadodara News on Whatsapp 💬