[vadodara] - પાણીગેટ પાસે અેક દિવસ પહેલા મુખ્ય માર્ગ પર રાત્રીના નવું

  |   Vadodaranews

પાણીગેટ પાસે અેક દિવસ પહેલા મુખ્ય માર્ગ પર રાત્રીના નવું ઝિબ્રા ક્રાેસીગ પેઈન્ટ કર્યા બાદ બીજા દીવસે સખત ગરમીના કારણે રાેડ પરના ડામર અાેગળવાના કારણે ઝેબ્રા ક્રાેસીગ ભુસાઈ ગયું હતું. બીજી તરફ હવામાન વિભાગે 29 એપ્રિલના રોજ વડોદરામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચશે તેવી આગાહી કરી છે. આગામી બેે દિવસ હીટવેવની પણ સંભાવના છે. જ્યારે રવિવારના રોજ પણ તાપમાનનો પારો 44.4 ડિગ્રી રહેતાં ‘ઓરેન્જ એલર્ટ’ યથાવત્ રહ્યું હતું. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારના દિવસે 45 ડિગ્રી તાપમાન નોંધાયું તો છેલ્લાં 20 થી વધુ વર્ષનો એપ્રિલ મહિનાનો રેકોર્ડ તૂટી જશે. હવામાન શાસ્ત્રીઓના મતે સૂકા-ગરમ પવનોના પગલે વડોદરામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઈ શકવાની સંભાવના છે. શહેરમાં એપ્રિલ મહિનામાં છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડી ગરમીનો પારો છેલ્લા બે દિવસથી 44.4 ડિગ્રી નોંધાયો છે. ત્યારે રેકોર્ડ બ્રેક ગરમીમાં શહેરીજનોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે પોતાનાં અલગ અલગ પીએચસી સેન્ટરોમાં ઓ.આર.એસનાં પેકેટનું પણ વિતરણ કરવાની વ્યવસ્થા ઉભી કરી છે.શહેરીજનોને બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન ઘર-ઓફિસમાંથી બહાર ન નિકળવા જણાવવામાં આવ્યું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cIwwAgAA

📲 Get Vadodara News on Whatsapp 💬