[vadodara] - વડોદરા / MSUમાં વીપીને એસિડ એટેકની ધમકી આપનાર ઝુબેર મુરઘો બન્યો, કહ્યું 'કુકડે કુક...કોઇ છોકરીની છેડતી નહીં કરૂ'

  |   Vadodaranews

તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પઠાણ ગેંગના વિદ્યાર્થીઓનાં રિઝલ્ટ અટવાશે

ગુંડાગર્દી કરનાર ઝુબેર પઠાણને યુનિવર્સિટી કેમ્પસમાં નો એન્ટ્રી

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વીપીને એસીડ એટેકની ધમકી આપનાર ઝુબેર પઠાણને પોલીસે મુરઘો બનાવ્યો હતો. જેથી ઝુબેર રડી પડ્યો હતો અને કહ્યું હતું કે, મારૂં નામ ઝુબેર ખાન છે અને હું એમ.એસ.યુનિવર્સિટીમાં ગુંડાગર્દી કરૂ છું. હવે હું કોઇ પણ છોકરી તરફ જોઇશ નહીં. અને છેડતી પણ નહીં કરૂ અને અભ્યાસ કરીશ. અને હું આજે મુરઘો બની ગયો છું. કુકડુ કુક કુકડુ કુક..તેમ જણાવ્યું હતું.

પઠાણ ગેંગના પરિણામો જાહેર કરવામાં નહીં આવે

યુનિવર્સિટીના રજીસ્ટારે જણાવ્યું હતું કે જ્યાં સુધી તપાસ સમિતિનો રીપોર્ટ નહીં આવે ત્યાં સુધી ઝુબેર પઠાણને કેમ્પસમાં પર પ્રવેશવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે અને જે પણ વિદ્યાર્થીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે, તે તમામના પરિણામો જાહેર કરવામાં નહીં આવે. રિપોર્ટ જાહેર નહીં થાય ત્યાં સુધી અન્ય જગ્યાએ પ્રવેશ પણ નહીં આપવામાં આવે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ogox2QAA

📲 Get Vadodara News on Whatsapp 💬