[valsad] - વલસાડમાં બોરની સંખ્યા વધતા કૂવામાં પાણી ખૂટી ગયાં

  |   Valsadnews

વલસાડ શહેરમાં ચાલુ વર્ષે વધતી જતી પાણીની તંગીને પહોંચીવળાવા માટે લોકો બોર ખોદાવી રહ્યા છે. જેને લઈને જુના કુવા અને બોરમાં પાણીનું સ્થર ઘટી રહ્યું છે. વલસાડના ગીતા સદન પાસે આવેલ એક મકાનમાં 100 ઉપરાંત જૂનો કૂવો છે. જેમાં દર વર્ષે પાણી જોઈએ એટલું રહે છે. ચાલુ વર્ષે 45 ફૂટ ઊંડા પાણી ઘટી ગયું છે. દર ચોમાસા દરમિયાન વરસાદી પાણીને કુવામાં રિચાર્જ કરતા આવ્યા છે. છત્તા ચાલુ વર્ષે પાણીની અછતને લઈને તેમના જુના કુવામાં પાણીનું સ્થર નીચું ઉતરી ગયું છે.

વલસાડ શહેરના ગીતા સદન પાસે આવેલા યોગેશ પરમારના ઘરે 100 વર્ષ જૂનો 45 ફૂટ ઊંડો કૂવો છે. છેલ્લા 18 વર્ષ ઉપરાંતથી વરસાદી પાણીને કુવામાં રિચાર્જ કરતા આવ્યા છે. ચાલુ વર્ષે પડી રહેલી કાળઝાળ ગરમીને લઈને અને વલસાડ શહેરમાં પડતી પાણીની તંગીને લઈને અને શહેરમાં વધતા ખાનગી બોરોના પ્રમાણે લઈને જમીનમાં પાણીના ઝરા ઘટી રહ્યા છે. 100 વર્ષ ઉપરાંતના જુના કુવામાં ચાલુ વર્ષે પહેલી વખત પાણી ઘટ્યું છે. રાત્રી દરમિયાન કુવામાં ભેગું થયેલા પાણીથી સવારે ઘરની પાણીની ટાંકી ભરવામાં ચાલે છે એકત્રત થયેલા પાણીથી આજુબાજુના લોકોને જરૂરિયાત મુજબ આપવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે વલસાડ શહેરમાં ખાનગી બોરનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે જેને લઈને કુવાઓમાં આવતા ઝરામાં પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે. વલસાડ શહેરના લોકો વરસાદના પાણીને બોર મારફતે જમીનમાં ઉતારી બોર રિચાર્જ કરવું એટલુંજ જરૂરી છે. જો બોર અને કુવામાં વરસાદી પાણી દ્વારા રિચાર્જ કરવામાં નહિ આવે તો આગામી વર્ષોમાં બોર અને કુવાઓના પાણીના ઝરા સુકાતા જશે અને પાણીનું સ્થર વધુ નીચે ઉતરતું જશે. જેથી ગરમીના સમયે બોર અને કુવામાં પાણી ઊંડા ઉતારી જતા બોર અને કુવા ફેલ થતા જશે....

ફોટો - http://v.duta.us/o0lSswAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BaMfqgAA

📲 Get Valsad News on Whatsapp 💬