[valsad] - હોબાળો / વલસાડમાં પાણી ન મળતા રહિશોએ પાલિકા પર મોરચો લઈ આવ્યા

  |   Valsadnews

ફેક્ટરીને પાણી આપવાનું બંધ કરોના નારા લાગ્યા

નેતાઓ અને અધિકારીઓ પર લોકોના આક્ષેપ

વલસાડઃવલસાડ ખાતે પાણી ન મળતા રહીશો પાલિકા ઉપર મોરચો લઈને આવ્યાં હતાં. લોકોએ રેલી યોજીને પાલિકા સુધી પહોંચ્યાં હતાં. રેલી દરમિયાન લોકોના હાથમાં કટ આઉટ હતાં જેમાં સુત્રો લખ્યાં હતાં. સુત્રોમાં ફેક્ટરીને પાણી આપવાનું બંધ કરીને લોકોને પીવા અને વાપરવાનું પાણી આપવાની માંગ કરી હતી. કાળજાળ ગરમીમાં લોકો પાણી માટે ત્રાહિમામ કરતાં હોય શાસક પક્ષ વિરોધ પક્ષ અને અધિકારીઓ પર આક્ષેપ કરતાં લોકોએ જણાવ્યું હતું કે, થોડું કામ થયું પછી કોઈ જ પાણી માટે કામ થયું નથી.

લોકોએ હોબાળો મચાવ્યો

પાલિકા પર આવેલા લોકોએ ખાલી માટલા ફોડ્યાં હતાં. સાથે જ થાળી વેલણ વગાડીને મહિલાઓએ સુત્રોચ્ચાર કર્યાં હતાં. પાણી માટે પોકાર કરતાં લોકોએ કહ્યું કે, પાણીના અભાવે છેલ્લા ઘણા દિવસોથી નાહવા પણ મળ્યું નથી. જેના પગલે વિરોધ નોંધાવતાં ડોલમાં પાણી લઈને આવેલા લોકોએ કચેરીમાં જ નાહીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બાદમાં મહિલાઓએ સુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો.

ફોટો - http://v.duta.us/mlXYawAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AVRwDQAA

📲 Get Valsad News on Whatsapp 💬