અક્ષર સુધારણા કાર્યક્રમથી શરૂ થશે પ્રાથમિક શાળાનો પ્રથમ દિવસ

  |   Bhavnagarnews

ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે, એ વાક્ય મહાત્મા ગાંધીજીના જીવન પ્રસંગો સાથે વણાયેલું છે. દરેક વિદ્યાર્થી માટે આ વાક્યનું મહત્વ છે, કારણ કે જો પ્રાથમિક શાળામાં અક્ષર સારા નહિ હોય, તો ભવિષ્યમાં કયારેય સારા નહિ થાય. તે માટે ઘોઘા તાલુકાની પ્રાથમિક શાળામાં આ નવા સત્રના પ્રથમ દિવસથી જ અક્ષર સુધારણાનો નવતર પ્રયોગ અમલમાં મુકાયો છે.

ભાષા શિક્ષક નારસંગ ડોડીયાઅે માહિતી આપતા જણાવ્યું કે, 30 દિવસો સુધી ચાલનાર કાર્યક્રમ માટે બુકલેટ તૈયાર કરવામાં આવી છે. ધો.3 થી 5ના વિદ્યાર્થીઓને દરરોજ તેમાં વિવિધ રેખાઅો, આકારોથી લઇને વિરામચિહ્નો સુધીની પ્રવૃતિઓ કરાવવામાં આવશે. જેના દ્વારા મરોડ સારા થતા આપમેળે અક્ષરો સુધરી જશે.

લેખનમાં પણ ખરાબ અક્ષર હોવાના કારણે શિક્ષણમાં ગુણવતાની ખોટ રહી જાય છે. જે છેક કોલેજ કક્ષા સુધી જોવા મળે છે. લાકડિયા ગામના વિદ્યાર્થીઅોના અક્ષર બાળપણથી મોતીના દાણા જેવા બને તેના માટે શિક્ષકો નવા સત્રની શરૂઆતથી જ ખાસ પ્રકારાની બુકલેટ દ્વારા ધો.3 થી 5 માં પ્રયત્ન હાથ ધર્યો છે. જેના મીઠા ફળ મોટા ધોરણોમાં જોવા મળશે. આમ તો સરકારની તમામ પ્રાથમિક શાળાઓમાં અા રીતનો કાર્યક્રમ થાય તો અક્ષર નહિ ઉકેલવાની સમસ્યામાંથી ગુજરાત મુક્ત થઇ જાય.

ફોટો - http://v.duta.us/5rgCWgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/eye-JwAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬