અકસ્માતના બે બનાવોમાં 4ને ઈજા

  |   Navsarinews

નવસારીના ચોવીસી ખાતે રહેતા માતા પુત્ર તેમના સંબંધીને ત્યાંથી બાઈક પર પરત આવતા હતા. એ સમયે કબીલપોર જીઆઇડીસી પાસે અજાણ્યા પીકઅપ ટેમ્પોએ તેમની બાઈકને ટક્કર મારતા માતા-પુત્રને ઈજા પહોંચી હતી. જ્યારે બીજા બનાવમાં ગણેશ સિસોદ્રાના યુવાનોની બાઈકને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં બંને ઈજા પહોંચી હતી.

નાની ચોવીસી ગામે ટેમ્પલ વ્યુ સોસાયટીમાં દિલીપ વસંત તેની પત્ની તથા પુત્ર સાથે રહે છે. તેમણે 8મી જૂને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 28મી મેએ તેમની પત્ની ધર્મિષ્ઠાબેન પુત્ર અંકુર સાથે બાઈક પર સામાજિક કામ માટે વાંસકુઈ ખાતે ગયા હતા. ટેમ્પોના ચાલકે પૂરઝડપે વાહન હંકારી લાવીને તેમની બાઈકને ટક્કર મારી હતી. જેને પગલે બંને જણાને ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય બનાવમાં ગણેશ સિસોદ્રા ખાતે વેરાઈ માતાના મંદિર પાસે રહેતા રૂખીબેન રાવજી રાઠોડે નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમનો દીકરો રોહિત રવજી રાઠોડ અને તેનો મિત્ર અજય રાઠોડ તેમની બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે નવસારી ગયા હતા. આ અકસ્માતમાં રોહિતને માથાના ભાગે અને અજયને જમણા પગે ફ્રેકચર થયું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5nS8EQAA

📲 Get Navsari News on Whatsapp 💬