અકસ્માત / જામનગરમાં તળાવની પાળ પર હિટ એન્ડ રન, કારની હડફેટે એક વર્ષની બાળકીનું મોત

  |   Jamnagarnews

મધરાતના સુમારે ફુગ્ગા વેંચતા શ્રમીક પરીવાર પર વ્રજઘાત, ટોળા એકત્ર થયા

જામનગર: જામનગરના હાર્દસમા તળાવની પાળ પર રવિવારે મધરાતે પૂરપાટ દોડતી કારની ઠોકરે ચડેલી શ્રમીક પરિવારની એક વર્ષીય માસુમ બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ભાવનગર પંથકના વતની અને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વસવાટ કરી ફુગ્ગા વેંચતા પરિવાર પર માસુમ બાળકીના મોતથી વ્રજઘાત થયો હતો.

માતા-પિતા ફુગ્ગા વેચી રહ્યા હતા: પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના તળાવની પાળ પર આરટીઓ કચેરી તરફ જતા રોડ પર રવિવારે રાત્રે મૂળ ભાવનગર જિલ્લાના પાણીતાણા નજીક શોક ગામે રહેતા અને હાલ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા અને ફુગ્ગા વેંચીને પરીવારનું ગુજરાન ચલાવતા મનસુખભાઇ સવાભાઇ પરમાર નામના શ્રમીક પોતાની પત્ની ઉપરાંત પુત્રી અસ્મીતા (ઉ.1) સહિતના પરિવાર સાથે ફુગ્ગા વેંચી રહ્યા હતા. જે દરમિયાન પૂરપાટ વેગે દોડતી એક કારે માસુમ બાળકી અસ્મીતાને ઠોકર મારતા કાર અને ડીવાઇડર વચ્ચે કચડાઇ જતા માસુમ બાળકીનું ઘટનાસ્થળે જ કમાકમટીભર્યું મોત નીપજ્યું હતું....

ફોટો - http://v.duta.us/ha5MbAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KmaCBgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬