અત્યાસુધીમાં નહીં થયું એવું હવે ગુજરાત થશે, પ્રદીપસિંહને કેબિનેટમાં પ્રમોટ કરીને સોંપાશે ગૃહ વિભાગ

  |   Gujaratnews

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને સરકારમા મંત્રીપદે બેસાડવાની તૈયારીઓ ગાંધીનગરમાં શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ગુજરાત આવે પછી રૂપાણી સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણ, ફેરફારને આખરી ઓપ અપાશે.

લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી લેન્ડ થતા પેરાશુટોને સીધા જ સરકારમાં મંત્રીપદના સરપાવની નવાજીશની જેમ ગુજરાત ભાજપમાં અગાઉ ક્યારેય ન થયા હોય તેવા નિર્ણયો થાય તો નવાઈ નહી. ગુજરાતમાં ભાજપની સરકારો મુખ્યમંત્રી કોઈ પણ હોય ગૃહ વિભાગનો હવાલો તેમની પાસે જ રહ્યો છે.

પરંતુ, આવનારા સમયમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટ મંત્રીપદે પ્રમોટ કરીને તેમને ગૃહ વિભાગ ફાળવાશે. ગંભીર બિમારી, મોટી સર્જરી વચ્ચે પણ પોતાની કોઠાસૂઝ વાપરી જાડેજા કુશળતાપૂર્વક ગૃહ વિભાગ પર નિયમન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આથી, ગુજરાતમાં ભાજપની સરકારમાં પહેલીવાર કેબિનેટમાં મુખ્યમંત્રી અલગ ગૃહ મંત્રી જોવા મળી શકે છે....

ફોટો - http://v.duta.us/01Pu5AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Co4LCQAA

📲 Get gujaratnews on Whatsapp 💬