અપહરણના ગુનામાં પોલીસને હાથ તાળી આપતો શખ્સ ઝબ્બે

  |   Amrelinews

જાફરાબાદ પોલીસને અહરણના ગુનામાં છેલ્લા 6 વર્ષથી હાથ તાળી આપતા શખ્સને અમરેલી એલસીબીની ટીમે બાતમીના આધારે સુરતથી દબોચી લીધો હતો. ઝડપાયેલા યુવાન સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો.

જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં છ વર્ષ પહેલા મહેશ ઉર્ફે મહેન્દ્ર પાંચાભાઈ સાંખડ સામે એક સગીર વયની દિકરીને ભગાડી થવાની ફરિયાદ નોંધાય હતી. ફરિયાદ નોંધાતા આ શખ્સ પોતાની ધરપકડથી બચવા માટે સુરતના વરાછા ખાતે હીરાના કારખાનામાં મંજુરી અર્થે ચાલ્યો ગયો હતો. છેલ્લા છ વર્ષથી જાફરાબાદ પોલીસને આ શખ્સ હાથ તાળી આપી આમથી તેમ નાસી રહ્યો હતો. ત્યારે આજે પોલીસવડાનીએ નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા સુચના આપી હતી.

જેના પગલે અમરેલી એલસીબીની ટીમે નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ત્યારે આજે મહેશ સુરત ખાતે હોવાની બાતમી એલસીબીની ટીમને મળતા બાતમીના આધારે એલસીબીની ટીમે સુરતથી આ શખ્સને ઝડપી લીધો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/XuAb4QAA

📲 Get Amreli News on Whatsapp 💬