અમદાવાદ / ચારધામની યાત્રાનું કહી પ્રવાસીઓને અધવચ્ચે મુકી મહિલા રવાના, પ્રવાસીઓ સ્વખર્ચે ઘરે આવ્યા

  |   Ahmedabadnews

રેખા દેસાઈ નામની મહિલાએ 35 પ્રવાસીઓ પાસેથી 7.50 લાખની છેતરપિંડી આચરી

ચિંતક ફાઉન્ડેશન દ્વારા ચારધામની યાત્રા માટે 22 હજારનું પેકેજ જાહેર કર્યું હતું

અમદાવાદ: શહેરના કૃષ્ણાનગરમાં રહેતા લોકોને ચારધામની ચાત્રામાં લઈ જવાના બહાને મહિલાએ છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ કૃષ્ણાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહિલા પૈસા લઈ લોકોને પ્રવાસ લઈ ગઈ હતી અને ત્યારબાદ અધવચ્ચેથી પ્રવાસીઓને પોતાના ખર્ચે યાત્રા કરવાનું કહ્યું હતું. કુલ 35 લોકો પાસેથી વ્યક્તિદીઠ 22 હજાર માતા-પુત્રીએ પડાવ્યા હતા. આમ કુલ 7.50 લાખની છેતરપિંડી આચરી હતી.

બે દિવસ સગવડ આપ્યા બાદ કહ્યું પૈસા નથી: કૃષ્ણાનગરના સરદારચોકમાં આવેલા મારુતિ પ્લાઝામાં ચિંતક ફાઉન્ડેશન દ્વારા ચારધામની યાત્રામાં 22 હજારનું પેકેજ રાખવામાં આવ્યું હતું. કૃષ્ણાનગરમાં રહેતા રમેશ પટેલે ચિંતક ફાઉન્ડેશનમાં જઈ આયોજક રેખાબેન દેસાઈને મળ્યા હતા. રૂ.42 હજારમાં તેમની પત્ની અને પોતાની ટિકિટ બુક કરાવી હતી. કુલ 35 જેટલા પ્રવાસીઓએ વ્યક્તિદીઠ 22 હજાર ટિકિટના ભર્યા હતા. 19મેના રોજ ચારધામના 23 દિવસના પ્રવાસ માટે 35 યાત્રીઓની બસ ઉપડી હતી. સૌપ્રથમ હરિદ્વાર જવાનું નક્કી કરાયું હતું પરંતુ ત્યારબાદ સ્થળ બદલી નાખવામાં આવ્યું હતું. બે-ત્રણ દિવસ સુધી સગવડ આપ્યા બાદ પૈસા નથી તેમ કહ્યું હતું. અન્ય પ્રવાસીઓ સાથે ઝઘડો કરી રસ્તામાં જ ઉતરી ગયા હતા. ત્યારબાદ પ્રવાસીઓ સ્વખર્ચે અમદાવાદ આવી ગયા હતા. રેખા દેસાઈએ 35 લોકો પાસેથી પુરતા પૈસા લઈ પ્રવાસ નહીં કરાવી છેતરપિંડી આચરતા કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

ફોટો - http://v.duta.us/-yGzngAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7GyjGAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬