અમદાવાદ / રામોલમાં વ્યાજખોરોએ 55 વર્ષીય આધેડને લાકડી અને પાઈપો વડે ઢોર માર માર્યો

  |   Ahmedabadnews

કોન્ટ્રાક્ટરને ગંભીર હાલતમાં એલ.જી હોસ્પિટલ ખસેડાયા હતા

વ્યાજખોરો તેમની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા

અમદાવાદ: રામોલમાં ચાર વ્યાજખોરોએ 55 વર્ષના આધેડ કોન્ટ્રાક્ટરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારબાદ વ્યાજખોરો અમરાઈવાડી અને રામોલની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ચામડી પણ ઉખાડી દીધી: મળતી માહિતી પ્રમાણે વસ્ત્રાલના આકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા 55 વર્ષના મિસ્ત્રીના કામના કોન્ટ્રાક્ટરે વ્યાજખોરો પાસે ઉધાર પૈસા લીધા હતા. કોન્ટ્રાક્ટરે વ્યાજ સહિત બમણી રકમ પરત આપી દીધા બાદ પણ રકમ બાકી છે તેમ કહીને વ્યાજખોરોએ તેમની જોગેશ્વરી ઓફિસમાં બોલાવી લાકડી અને પાઈપો વડે ઢોર માર મારી ચામડી પણ ઉખાડી દીધી હતી. ગંભીર હાલતમાં કોન્ટ્રાક્ટરને મણિનગરની LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફોટો - http://v.duta.us/1eAg-QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AYMOHwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬