અમદાવાદ / વસ્ત્રાપુરમાં મહિલા ડોક્ટરે અદ્વૈત કૉમ્પ્લેક્સના ચોથા માળેથી કુદીને આત્મહત્યા કરી

  |   Ahmedabadnews

મૃતક મિતા માંકડ જાણીતા ગાયનેક અને કેન્સર નિષ્ણાત હતા

ડો. મિતા માંકડ વસ્ત્રાપુર સુમેરુ બંગ્લોઝમાં રહેતા હતા

અમદાવાદઃ વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલ નજીક મહિલા ડોક્ટરે અદ્વૈત કૉમ્પ્લેક્સના ચોથમાળેથી કુદીને આત્મહત્યા કરી છે. ડોક્ટર મિતા માંકડે ચોથા માળેથી ઝંપલાવ્યા બાદ તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ફરજપરના ડોક્ટરોએ મિતા માંકડને મૃત જાહેર કર્યા હતા. ડો. મિતા માંકડ વસ્ત્રાપુર સુમેરુ બંગ્લોઝમાં રહેતા હતા. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેઓએ કૉમ્પ્લેક્સના ચોથા માળેથી પડતું મૂક્યું હતું. જાણીતા ગાયનેક અને કેન્સરના નિષ્ણાત ડો. મિતા માંકડ આજે પોતાની કાર લઈને અદ્વૈત બિલ્ડિંગ આવ્યા હતા અને ત્યારબાદ કોઈપણ કારણોસર આત્મહત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને

પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ફોટો - http://v.duta.us/-eAIPAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kAYuiwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬