અમદાવાદ / સ્કૂલો શરૂ થતા જ હવે ફાયર સેફટી ચેક કરવામાં આવશે

  |   Ahmedabadnews

અમદાવાદ: સોમવારથી શહેરભરની સ્કૂલોનો પ્રારંભ થશે. આ સાથે જ ફાયરવિભાગ દ્વારા પણ સ્કૂલોમાં ફાયર સેફટીની તપાસ કરવાનું શરૂ કરાશે. શહેરની મોટા ભાગની સ્કૂલોમાં ફાયર સેફટીના સાધનો છે પણ ફાયર એનઓસી નહીં હોવાનું ફાયર વિભાગના સુત્રોનુ કહેવુ છે.

જો કે, સુરતની ઘટના પછી પોલીસે કલાસીસ પર પ્રતિબંધ મૂકયા પછી ફાયર એનઓસી ફરજિયાત બનાવતા કેટલીક સ્કૂલોએ પણ સ્વૈચ્છિક રીતે ફાયર એનઓસી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. અંદાજે દસ જેટલી સ્કૂલોએ આ અંગે અરજી કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં શહેરના 4 હજાર જેટલા કલાસીસ દ્વારા ફાયર એનઓસી માટે અરજીઓ કરવામા આવી છે જેમાં મોટા ભાગના કલાસીસને એનઓસી આપી દેવામાં આવી છે.

ફોટો - http://v.duta.us/Gz_niwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zS81ZAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬