અમદાવાદ: 17 વર્ષીય કિશોરની લાકડી-છરીના ઘા ઝીંકી હત્યા

  |   Gujaratnews

શહેરના સીટીએમ વિસ્તારમાં રહેતા અને થલતેજ વિસ્તારમાં ખાનગી નોકરી કરતા 17 વર્ષીય લલિતને 8 જુને રાત્રે 12 વાગ્યે તેના સહકર્મી સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારે નજીકમાં રહેતા લોકોએ તેમને બબાલ બંધ કરી જતા રહેવું હતું. પરંતુ તેઓ નહીં માનતા આશરે દશ શખસો ચારે છોકરાઓને મારવા લાગ્યા હતા. ચાર છોકરામાંથી લલિતે સામે ગાળો બોલતા તેને છરી અને લાકડીથી માર મારતા એસજી મોલમાં લઈ ગયા જ્યાં લલિતનું મોત નિપજ્યું હતું. બાદમાં તેને ત્યાં છોડીને હુમલાખોરો ભાગી ગયા હતા. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે સીટીએમ વિસ્તારના દરબારનગરમાં ધર્મેન્દ્ર જાડેજા રહે છે અને થલતેજ એસજી મોલમાં એરટેલ ડીટીએચની ઓફિસમાં નોકરી કરે છે. તેમની ઓફિસમાં લલિત ઉર્ફે લકી નરેશ યાદવ (ઉ.વ.17, રહે.ભરવાડ વાસ, સીટીએમ), હેત ઝાલા (રહે. વિંઝોલ) નોકરી કરે છે. ત્રણ દિવસ પહેલાં ઓફિસમાં દર્શન રાણા નોકરી પર લાગ્યો હતો. ઓફિસના હેડ તરીકે હેમેન્દ્ર દરબાર છે અને તેમની નીચે મિતેશભાઇ કામ કરે છે....

ફોટો - http://v.duta.us/RLFJCwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/U5QlcwAA

📲 Get gujaratnews on Whatsapp 💬