અમદાવાદ / 72 એકરમાં ફેલાયેલા સીએન કેમ્પસમાં 20 હજાર વૃક્ષ, એક પણ એસી નથી છતાં બહાર 42 ડિગ્રી જ્યારે અંદર 39 ડિગ્રી તાપમાન

  |   Ahmedabadnews

કમ્પ્યૂટર લેબમાં પણ એસીની જરૂર પડતી નથી, પાંદડા અને અન્ય કચરામાંથી ખાતર બનાવી વૃક્ષોમાં નખાય છે

રોજના 3 હજાર વાહનની અવરજવરથી થતાં પ્રદૂષણ સામે પણ રક્ષણ મળે છે

અમદાવાદ: 72 એકરમાં ફેલાયેલા સીએન કેમ્પસની કોઇપણ ઓફિસ કે ક્લાસરૂમમાં એક પણ એસી નથી. કેમ્પસમાં રહેલા 20 હજાર વૃક્ષને કારણે બહારના તાપમાન કરતા કેમ્પસના તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળે છે. કેમ્પસના કમ્પ્યૂટર લેબમાં પણ એસીની જરૂર પડતી નથી.

રવિવારે બપોરે 1.21 કલાકે બહારનું તાપમાન જ્યારે 42 ડિગ્રી હતું ત્યારે લગભગ આ સમયે કેમ્પસનું તાપમાન 39 ડિગ્રી હતું. દરરોજ સીએન કેમ્પસમાં 3 હજાર જેટલા વાહનોને અવરજવર છતાં પ્રદૂષણને કારણે ગરમીનો અનુભવ થતો નથી.

સીએન કેમ્પસમાં વૃક્ષો પ્રત્યેનો પ્રેમ ગુજરાત અને મહારાષ્ટ્રમાં શિક્ષણ મંત્રી રહી ચૂકેલા ઇન્દુમતીબહેનના સમયથી શરૂ થયો હતો. કેમ્પસમાં કોઇપણ વૃક્ષની ડાળ કે પાંદડાં કારણ વગર તોડે તો તેઓને ઇન્દુમતીબહેનનો ઠપકો મળતો હતો....

ફોટો - http://v.duta.us/yQ4bpwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SOYB1wAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬