અ’વાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ, 12-13 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

  |   Gujaratnews

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા 10 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી 43 ડિગ્રીને પાર પારો પહોંચતા ઓરેન્જ એલર્ટ જારી રહ્યું છે. અગનગોળા વર્ષાવતી ગરમી વચ્ચે વડોદરામાં બે લોકોના લૂ લાગવાથી મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે, હજુ આગામી એક અઠવાડિયા સુધી ગરમીમાં રાહત મળવાના કોઈ એંધાણ નથી. આજે પણ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૪.૩ ડિગ્રીએ પહોંચતા રેડ એલર્ટથી માત્ર 0.7 ડિગ્રી જ ઓછું તાપમાન રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આકાશમાંથી જાણે અગનવર્ષા વર્ષી રહી હોય તેવો અનુભવ કરતા શહેર-જિલ્લાના રહીશો આ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલના રૃકમણી ચૈનાની પ્રસૃતિ ગૃહની આગળના ફુટપાથ ઉપરથી એક વૃધ્ધનો અને વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ટીંબા ગામની શાળા પાસેથી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યા છે. બન્ને વ્યકિતના મોત ગરમીના લીધે નિપજયા હોવાની શંકા સેવાઇ રહી છે....

ફોટો - http://v.duta.us/HHMiRwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jlooNAAA

📲 Get gujaratnews on Whatsapp 💬