આજથી ઉ.ગુ.માં સરસ્વતી ધામો પુનઃધમધમી ઉઠશે

  |   Mehsananews

મહેસાણા,તા.9 જૂન 2019, રવિવાર

આજથી સમગ્ર રાજ્યના સાથે સાથે ઉત્તર ગુજરાતની શૈક્ષણિક ધામોમાં ૩૫ દિવસના ઉનાળુ વેકેશનના અંત સાથે નવા શૈક્ષણિક સત્રનો ઉદય થશે. અને સરસ્વતી ધામો નાના ભૂલકાઓના કિલ્લોલથી ગુંજી ઉઠશે. ઉનાળુ વેકેશનની ખાટીમાઠી યાદોને પોતાના મિત્રો સાથે વિદ્યાર્થીઓ વાગોળી શિક્ષણ કાર્યોનો શુભારંભ કરશે. જોકે સુરતની ઘટના બાદ સફાળુ જાગેલુ તંત્ર હવે શાળાઓ શરૃ થઈ રહી છે ત્યારે ઉ.ગુ.ની જે શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ છે તેવી શાળાઓ સામે શું પગલા ભરે છે તે યક્ષ પ્રશ્ન પણ બન્યો છે.

સુરત અગ્નિકાંડ બાદ નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ઉ.ગુ.માં આવી આગની ઘટનાઓ ન બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ તેમજ ટયુશન સંચાલકોને ફાયર સેફ્ટીના સાધનો વસાવવા નોટીસો પાઠવી હતી ત્યારે હવે આજથી શાળાઓ શરૃ થઈ રહી છે અને ટયુશન ક્લાસીસ પણ ધમધમી ઉઠસે ત્યારે નોટીસો ફટકારેલ તેવા ટયુશન ક્લાસીસોમાં ફાયર સેફ્ટી વિકસાવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે કે કેમ તે મુદ્દે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અને તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે....

ફોટો - http://v.duta.us/atxU2wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PJYorQAA

📲 Get Mehsananews on Whatsapp 💬