આમરણમાં અનુ. જાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

  |   Jamnagarnews

મોરબીના આમરણ ગામમાં અનુસુચિત જાતિના ધોરણ 7થી પીજી સુધી આ 450થી વધુ તેજસ્વી છાત્રોનૉ સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં તેજસ્વી છાત્રોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબી તાલુકાના આમરણ ગામમાં મોરબી, ટંકારા અને જોડિયા તાલુકાના અનુસુચિત જાતિ સમાજનાં વિદ્યાર્થીઓ માટે માલાભાઈ લખુભાઇ પરમાર સ્મૃતિ હૉલ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .

આ સાતમા સરસ્વતી સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન પ્રવીણભાઈ મૂછડિયા- ધારાસભ્ય કાલાવડ (જામનગર) હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 450 વિધાર્થીઓને મેડલ અને નોટબુક કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે ધોરણ ૭ થી ૧૨મા સારા માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સમાજનાં નિવૃત અને સામાજિક આગેવાનોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

ફોટો - http://v.duta.us/UO5KFAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vEIVKwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬