ઉંમરમાં નાના છતાં અભિનયમાં ઉમદા સીતારા જ્વેલ અને જીયા

  |   Bhavnagarnews

દરેક વ્યક્તિનું ટી.વી. પર આવવું સપનુ રહ્યું હશે પરંતુ ભાવનગર શહેરનાં વિજયરાજનગરમાં રહેતા જ્વેલ અને જીયાનું આ સપનું તો બાળપણમાંજ પૂરૂં થયુ છે. ચિત્રા વિસ્તારમાં ડ્રીલ મશીનના વેપારી એવા કુનાલ બકુલભાઇ નારીગરાના પુત્ર (9 વર્ષ) જ્વેલ અને પુત્રી જીયા (9 વર્ષ) એ ટીવી સીરીયલો અને એડવર્ટાઇઝમાં ચમકીને ભાવનગર નું નામ રોશન કર્યુ છે જીયાને અભિનયનો ખુબ શોખ છે હાલ તે કસોટી જીંદગી કી - 2માં અભિનય કરી રહી છે. ઉપરાંત જીયાએ પેન્ટાલુન, બર્જર પેઇન્ટસ, રૂપા લેગગ્સ, દુબઇ માટે સિમ્પલી લાઇફ બેંક માટે શૂટ કર્યુ છે.

બંને ભાઇ બહેન રૂપા લેગીંગ્સની એડમાં અનુષ્કા શર્મા સાથે ચમક્યા હતા. આ ઉપરાંત તેઓને નિક ચેનલના પ્રોમો, ઝી ટીવી ની સારેગામાપા - લીટલ ચેમ્પસના પ્રોમોમાં કામ કરવાનો મોકો મળ્યો છે. પુત્ર જ્વેલે ઇશ્ક સુભાન અલ્લાહ અને ઝી ટીવી પર આવતી ફીયર ફાઇલ્સ નામની સિરિયલમાં કામ કર્યુ છે. જીયાએ કુમકુભાગ્ય અને લાલ ઇશ્ક નામની સિરિયલમાં પણ અભિનય કર્યો છે. આ બંનેના પિતા કુનાલભાઇ નારીગરા એ જણાવ્યું છે કે તેમના પત્નિ વૈશાલીબેન બાળકોને ખૂબ સપોર્ટ કરે છે આ બંને બાળકો રેયાન ઇન્ટરનેશનલ સ્કુલમાં ભણે છે.

ફોટો - http://v.duta.us/BdPqLQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IjKKkAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬