કોટેશ્વરના કિનારે 500 અને 1000ની જૂની નોટો મળી !

  |   Kutchhnews

નોટબંધીને અંદાજે અઢી વર્ષ બાદ કચ્છના છેવાડે અાવેલા કોટેશ્વરના દરિયા કિનારે રદ કરાયેલી રૂા.500 અને 1000ની ચલણી નોટ મળી અાવતા અાશ્ચર્ય ફેલાયુ છે. પ્લાસ્ટીકની બોટલ વિણતા વ્યક્તિને અધધ રૂા.10,500ની ચલણી નોટો મળી અાવી છે. અેક બાજુ કચ્છની ક્રીકમાં હાલ સુરક્ષા અેજન્સીઅો ડ્રગ્સના પેકેટની શોધખોળ કરી રહી છે. તેની વચ્ચે કોટેશ્વર ખાતે અાવી જુની નોટ મળી અાવી છે. 500ની 17 અને 1000ની બે નોટો મળી અાવી છે. વળી અા નોટ તાજેતરમાં જ ફેકવામાં અાવી હોય તેવું લાગી રહ્યું છે. શનિવારે અને રવિવારે અેમ બે દિવસમાં અાટલી નોટ મળી અાવી છે.શ્રમીકને અાવી રીતે નોટો મળતા તેણે અન્ય લોકોને વાત કરી હતી. સરહદી વિસ્તારમાં અાવી રીતે રદ કરાયેલી નોટ મળે તે તપાસ માંગી લે તેવી ઘટના છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3FtNHwAA

📲 Get Kutchh News on Whatsapp 💬