કોમ્પ્યુટરના 3 મોનિટર પાણીના ટાંકામાં ફેંકી દીધા

  |   Kutchhnews

રાપર તાલુકાના કાનપર ગામની વેકેશનમાં બંધ પ્રાથમિક શાળાના કોમ્પયુટર રૂમની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશેલા અજાણ્યા ઇસમે શાળાનું કોમ્પયુટરનું મોનિટર બારી પાણીના ટાંકામાં ફગાવી કોમ્પયુટરની રૂ.6,000 અને બારીની ગ્રીલ તોડી રૂ.200 મળી કુલ રૂ.6,200નું નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઇ છે.

મુળ મહેસાણાના વીજાપુરના હાલે કાનપર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા 30 વર્ષીય વિપુલકુમાર જેઠાભાઇ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે, બનાવ તા.6/5 થી તા.5/6 ના 10 વાગ્યા દરમીયાન બન્યો છે.

જેમાં શાળામાં વેકેશન હોતાં પોતે વતન ગયા હતા તે દરમીયાન કોઇ અજાણ્યા ઇસમે બંધ શાળામાં દિવાલ કુદી ગેર કાયદેસર રીતે પ્રવેશ કરી શાળાના કોમ્પયુટર રૂમની બારીની ગ્રીલ તોડી અંદર રહેલા કોમ્પયુટરના 3 મોનિટર પાણી ભરેલા ટાંકામાં ઘા કરી રૂ.6000 નું અને બારીની ગ્રીલ તોડી રૂ.200 નું એમ કુલ રૂ.6,200 નું નુકશાન પહોંચાડ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jH-58QAA

📲 Get Kutchh News on Whatsapp 💬