ગાંધીધામના ઝંડાચોક પાસે ઘરમાં ધડાકાભેર ટાઈલ્સ ઉખડી ગઈ

  |   Kutchhnews

ગાંધીધામના ઝંડાચોક વિસ્તાર નજીક નોર્થમાં વેપારીના રહેણાક ઘરમાં ધડાકાભેર ટાઈલ્સ ઉખડી જતા ભયનો માહોલ સર્જાયો હતો. એકજ ઘરમાં થયેલો આ અનુભવ ગેસ ઓવરફ્લો કે અન્ય કારણોથી થયો હોવાનો ક્યાસ લગાવાઈ રહ્યો છે.

શહેરના નોર્થ વિસ્તારમાં આવેલા એસડીએક્સ 75માં રહેતા વેપારી અનીલ નાવાણીએ જણાવ્યુ હતુ કે શનિવારના રાત્રીના અરસામાં અચાનક જમીનમાંથી અવાજ આવવા લાગ્યો હતો અને ટાઈલ્સ ઉખડવા લાગી હતી. રુમમા રહેલા રાચરચીલામાં પણ કંપન થતા અમને ભુકંપ આવ્યો હોવાનું લાગતા બધાને ઘરની બહાર નિકળી ગયા હતા. બહાર આવીને જોયુ તો અન્ય કોઇને આવો કોઇ અનુભવ ન થયાનું ખબર પડી હતી. સંભવીત રીતે જમીનમાં ગેસ કે અન્ય કારણૉથી આવુ થયુ હોવાનો હાલ તો ક્યાસ લગાવાઈ રહ્યો છે. અગાઉ આદિપુરના ઘરમાં પણ આવોજ કિસ્સો બન્યો હતો.

ફોટો - http://v.duta.us/Sd3UzwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jH5sIQAA

📲 Get Kutchh News on Whatsapp 💬