જામનગર / દિવ્યાંગો માટે રાજ્યનો પ્રથમ સેન્સરી પાર્ક બનશે, નિર્માણમાં રૂ.30 લાખનો ખર્ચ થશે

  |   Jamnagarnews

હાલ સમગ્ર ભારતમાં બેંગ્લોર, મદ્રાસ અને ભીવંડી ત્રણ સ્થળે સેન્સરી પાર્ક કાર્યરત છે

જામનગર: જામનગરમાં સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો કરતી રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા મહાનગરપાલિકાના પદાધિકારીઓના સહયોગથી દિવ્યાંગ બાળકોના વિકાસ અને કેળવણીમાં ઉપયોગી થાય તે માટે શહેરમાં અંધાશ્રમ પાસે સેન્સરી પાર્ક બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રથમ જામનગરના સેન્સરી પાર્કના નિર્માણમાં અંદાજે રૂ.30 લાખનો ખર્ચ થશે. ત્યારબાદ પ્રતિવર્ષ રૂ.3.60 લાખના નિભાવ ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

પાર્ક તૈયાર કરવાની અને કાયમી નિભાવની જવાબદારી સંસ્થાની રહેશે

જામનગરમાં પછાત વિસ્તારોમાં દવાખાનું, ફીઝીયોથેરાપી કેન્દ્ર, અંધજન તાલીમ કેન્દ્રમાં મંદ બુધ્ધિના બાળકો માટે ડે કેર સેન્ટર, પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃતિઓ કરતી રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પ્રજ્ઞાચક્ષુઓ, આસ્થા કેન્દ્ર તથા શહેરમાં વસતા તમામ દિવ્યાંગ બાળકો માટે અનોખા સેન્સરી પાર્કના નિર્માણના ભગીરથ કાર્યનું બીડું ઝડપ્યું છે. પાર્ક તૈયાર કરવાની અને કાયમી નિભાવની જવાબદારી સંસ્થાની રહેશે....

ફોટો - http://v.duta.us/W1-UxgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-Bv8YQAA

📲 Get Jamnagar News on Whatsapp 💬