જરૂરિયાતમંદ બહેનોને અનાજ કિટ અપાઇ

  |   Rajkotnews

રાજકોટ : યુવા સેના ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ 101 પરિવારોના બહેનોને ચા-ખાંડ, ખીચડી, ફરસાણ, બિસ્કિટ, કપડા અને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા તરફથી અનેકવિધ લોક ઉપયોગી સેવાઓ 2 થી 8 જૂન સુધીમાં કરવામાં આવી હતી.

ગત વર્ષની ચેમ્પિયન જૂનાગઢ રૂરલને હરાવી રાજકોટ બન્યું ચેમ્પિયન

રાજકોટ : રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત ઇન્ટર ડિસ્ટ્રિકટ અન્ડર-19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગત વર્ષની ચેમ્પિયન જૂનાગઢ રૂરલને હરાવી રાજકોટ ડિસ્ટ્રિકટની ટીમ ચેમ્પિયન બની છે. ખંઢેરી સ્ટેડિયમ પર ગત તા.7થી શરૂ થયેલા ત્રણ દિવસનાં ફાઇનલ મેચમાં જૂનાગઢે ટોસ જીતી પહેલો દાવ લીધો હતો. જેમાં 80 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 345 રન કર્યા હતા. ધવલ સોલંકીએ 18 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી શાનદાર 136 રન કર્યા હતા. તેમજ ધવલ પંડયાએ 75 રન કર્યા હતા. જ્યારે રાજકોટના મોઇને 2 વિકેટ મેળવી હતી. રાજકોટે તેના પહેલા દાવમાં 80 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 343 રન કર્યા હતા. પ્રશમ રાજદેવે 79, ધરમ ચાંગેલાએ 75 રન કર્યા હતા. જ્યારે રજત ત્રિવેદીએ બે વિકેટ મેળવી હતી. બે રનના લીડ સાથે જૂનાગઢ ટીમે બીજી ઇનીંગમાં 39 ઓવરમાં 199 રન કરી ઓલઆઉટ થઇ ગઇ હતી. રાજકોટના નીલ પંડયાએ 4 વીકેટ ખેડવી હતી. આમ મેચના અંતિમ દિવસે રાજકોટને જીતવા માટે 201 રનનો ટારગેટ મળ્યો હતો. જે લક્ષ્યાંક 39.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પૂરો કરી જીત મેળવી હતી. પ્રતીકે 43 અને પ્રશમે 42 રન કર્યા હતા. રાજકોટનાં નીલ પંડયાએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 12 વિકેટ મેળવી છે. ચેમ્પિયન ટીમને એસસીએનાં મેમ્બર સુરૂભાઇ દોશી, હિમાંશુ શાહના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/wNci-wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/f_GLmQAA

📲 Get Rajkot News on Whatsapp 💬