ઠાસરા પાસે જાનૈયાઓનો ટેમ્પો પલ્ટી જતાં 1 ફોટોગ્રાફરનું મોત

  |   Nadiadnews

ડાકોર - કપડવંજ રોડ ઉપર માટીના ઢગલાં ઉપર ટેમ્પો ચઢી જતાં, પલ્ટી મારી જતાં, સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચેક જાનૈયાઓને ઇજા થઇ હતી. આ મામલે ઠાસરા પોલીસે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

ધોધુસણ ગામેથી સાવલીના તુલસીપુરા ગામે લગ્નમાં જઇ રહેલા જાનૈયાઓને ડાકોર-કપડવંજ રોડ ઉપર હરીપુરા પાટિયા આગળ અકસ્માત નડ્યો હતો. હરિપુરા પાટિયા પાસેથી ટેમ્પો પસાર થઇ રહ્યો હતો તે સમયે ટેમ્પોના ચાલકે ટેમ્પો માટીના ઢગલાં ઉપર ચઢાવી દેતાં, પલ્ટી મારી ગયો હતો. આ અકસ્માતમાં જાનૈયાઓ સાથે બેઠેલ ફોટોગ્રાફર ભરતજી પ્રધાનજી ઠાકોરને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચેક જાનૈયાઓને ઇજા થઇ હતી. આ મામલે દિનેશજી કળવાજી ઠાકોરની ફરિયાદના આધારે ઠાસરા પોલીસે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/G9yIkAAA

📲 Get Nadiad News on Whatsapp 💬