દસાડા હાઇવે પર દલિત સમાજનો ચક્કાજામ

  |   Surendranagarnews

સુરેન્દ્રનગર, પાટડી તા.૯

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા હાઈવે પર અનુસુચિત જાતિના (દલીત સમાજ) લોકો દ્વારા સ્મશાનમાં ગંદા પાણીના નિકાલ મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ ચક્કાજામને પગલે હાઈવે પર રોડની બંન્ને સાઈડ ટ્રાફીક જામનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જયારે ગામમાં મૃત્યુ થયેલ વૃધ્ધાની નનામીને રોડ પર રાખી ચક્કાજામ કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવાં પામી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દસાડા ખાતે અનુસુચિત જાતિ સમાજના અનેક પરિવારો વસવાટ કરે છે ત્યોર તાજેતરમાં ગ્રામ પંચાયત દ્વારા ગટરનાં ગંદા પાણીના નિકાલની પાઈપલાઈન અનુસુચિત જાતિના સ્મશાનમાં નાંખવામાં આવી હતી. જેના કારણે ગટરોનું ગંદુ પાણી સ્મશાનમાં ફરી વળતાં અંતિમ સંસ્કાર માટે લોકોને ભાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા કે કાર્યવાહી હાથધરવામાં ન આવતાં અનુસુચિત જાતીના લોકોમાં રોષ જોવા મળ્યો હતો....

ફોટો - http://v.duta.us/8hKtcQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8LXn5QAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬