ધ્રોલના એમ. ડી. મહેતા િજલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ઉનાળુ વેકેશન કાર્યક્રમ યોજાયો

  |   Jamnagarnews

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરીત એમ.ડી. મહેતા િજલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા બાળકો માટે ઉનાળુ વેકેશનનો અનોખી રીતે આનંદ લેવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો વેકેશનમાં ટી.વી., મોબાઇલ જેવા સાધનોથી થોડા સમય દુર રહીને વિજ્ઞાનની મજા લેતા થાય તેના ભાગરૂપે સમર સાયન્સ એનરીચમેન્ટ પ્રોગ્રામ થીમ અંતર્ગત 30 દિવસીય સાયન્સ હોબી વર્કશોપ એટલે ઉનાળુ વેકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતાં.

ધ્રોલની એમ.ડી. મહેતા િજલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ઉનાળુ વેકેશન કાર્યક્રમમાં મારૂ ઘર એ જ મારી પ્રયોગશાળા, વિજ્ઞાન રમકડાનાે થેલો, બાેટલ ક્રાફટ વર્ક, મેકીગ એસ્ટ્રોનાેમી ઇન્સ્ટુમેન્ટ એન્ડ મોડેલ્સ, સ્કાય વોચીંગ, બેઝીક સોલાર કુકર મેકીંગ, ઇલેકટ્રીક વાયરીંગ, રીપેરીંગ, રોબોટીકસ પર સાયન્સ ફિકશન િફલ્મ શો, સાયન્સ સ્ટડી ટુર, ફન વિથ સાયન્સ, દિવાસળીનું ગણિત, તમાકુ નિષેધ દિવસ અને પર્યાવરણ દિવસ જેવા દિવસોની ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર વેકેશન દરમિયાન બાળકો દરરોજ સવારે 10.30 થી 1.30 દરમિયાન વિજ્ઞાનની અવનવી પ્રવૃતિમાં જોડાયા હતાં અને સમગ્ર વેકેશનમાં સક્રિય રહેલ બાળકોને શિલ્ડ તથા બાકીના તમામ બાળકોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન સંજય પંડયા તથા સુધાબેન ખંઢેરીયા દ્વારા કરવામાં આવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/48l7AQAA

📲 Get Jamnagar News on Whatsapp 💬