પાતા ગામે ડિઝાસ્ટર સેન્ટર બનાવવાના વિરોધમાં 125 લોકો સામે ગુન્હો દાખલ

  |   Porbandarnews

માધવપુર નજીકના પાતા ગામે વર્લ્ડ બેન્કના અનુદાનથી પોરબંદર કલેક્ટર દ્વારા ફાળવેલ રેવન્યુ સર્વે નં. 195 ની જમીન હેક્ટર 0-75-91 માંથી જમીન હેક્ટર 0-30-00 ચોરસ મીટર જમીન પર કાર્યપાલક ઈજનેર સુરેશભાઈ રડકાભાઈ પટેલ તેમજ સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં બિલ્ડીંગ બાંધકામના પાયાનું ખોદકામ ચાલુ કરેલ હતું. તે દરમિયાન આ કામને અટકાવવા માટે મહિલા સહિત પુરૂષોના 125 થી વધુ લોકોના ટોળાએ એકસંપ કરી બાંધકામના સ્થળ પર જઈ અધિકારીઓને ભૂંડી ગાળો કાઢી, માટીના ઢેફા તથા છૂટા પથ્થરોના ઘા મારી મારી નાખો..મારી નાખો તેવી ધમકીઓ આપી મામલતદારને ઢીકા-પાટુનો માર મારી મુઢ ઈજાઓ પહોંચાડી હતી. તેમજ મોટા પથ્થરોથી મારી નાખવાની કોશિષ કરી યોગેશભાઈની કારને સળગાવી દેવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. સરકારી વાહનોમાં તેમજ અન્ય કારને તોડફોડ કરી જાહેર મિલ્કતને નુકસાન પહોંચાડી સરકારી નોકર ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે કાર્યપાલક ઈજનેર સુરેશ પટેલ એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 125 લોકોના ટોળા વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. જાડેજા ચલાવી રહ્યા છે. અત્યારસુધીમાં પોલીસે 5 મહીલા અને 14 સહીત 19 શખ્સોની અટકાયત કરી છે અને હાલ પોલીસ દ્વારા આરોપીઓની અટકાયતી કામગીરી ચાલુ છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mgaMpwAA

📲 Get Porbandar News on Whatsapp 💬