પાલનપુર: ડોક્ટરોએ મૃત જાહેર કરેલો યુવાન જીવિત નીકળ્યો! પરંતુ…

  |   Gujaratnews

પાલનપુરમાં નાની બજાર વિસ્તારમાં રહેતાં નદીમ યાકુબખાન નાગોરી નામના 32 વર્ષીય યુવાનું ગરમીને કારણે મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે ત્યારે ઉલ્લેખનીય છે કે તેને ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં મૃત જાહેર કરતાં દફનવિધિ માટે લઈ જવા માટેની તૈયારી દરમ્યાન શરીર હલન-ચલન જણાતાં ફરીથી ખાનગી હોસ્પિટલમાં ફીજીશીયન ને ત્યાં લઈ જવાયો હતો જયાં તેનું મોત બે કલાક અગાઉનું થયાનું જણાવતાં પુનઃકબ્રસ્તાનમાં દફનવિધિ માટે લઈ જવામાં આવેલ.

ઉપરોકત ઘટના અંગે યુવાનના નજીકના સગાં લતીફખાન નાગોરી એ જણાવ્યા મુજબ નદીમ યાકુબખાન નાગોરી ઉંમર વર્ષ 32 વાળાને ગરમીને કારણે ગભરામણ થતાં મહાજન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હોવાનું હોસ્પિટલના તબીબ દ્રારા જણાવવામાં આવતાં સગાં-સબંધીઓને જાણ કરવામાં આવી હતી અને તેને દફનવિધિ માટે લઈ તેની મૈયત લઈ જવામાં આવી હતી પરંતુ તેની દફનવિધિ પૂર્વે શરીરમાં હલનચલન થઈ હોવાનું કેટલાક ને જણાતાં ખાનગી ડોકટરને બોલાવ્યા હતાં અને ત્યાંથી 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. જયાં ફીજીશીયન દ્રારા યુવાનનું મૃત્યૃ બે કલાક પહેલાં થયું હોવાનું જણાવતાં સારવારમાં મોડા પડયા હોવાનું માનવામાં આવી રહયું છે....

ફોટો - http://v.duta.us/oL7vlAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_XVpTQAA

📲 Get gujaratnews on Whatsapp 💬