બાઇકની ઠોકરે સાઇકલચાલક પ્રૌઢનું મોત

  |   Rajkotnews

શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. વાણિયાવાડીમાં રહેતા દીપકભાઇ ઉમેશભાઇ આડેસરા (ઉ.વ.60) શનિવારે રાત્રે આઠ વાગ્યે પોતાની સાઇકલ ચલાવીને વાણિયાવાડીમાં સહજાનંદ ડિજિટલ નામની દુકાન પાસેથી પસાર થતાં હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઇકચાલકે સાઇકલને ઠોકર મારી હતી. અકસ્માતમાં સાઇકલ પરથી પટકાતાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસે મૃતકના પુત્ર હિરેનભાઇ આડેસરાની ફરિયાદ પરથી બાઇકચાલક સામે ગુનો નોંધ્યો હતો. પરિવારના મોભીના આકસ્મિક મોતથી આડેસરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/M4jK-AAA

📲 Get Rajkot News on Whatsapp 💬