બનાસકાંઠા / અમીરગઢના ભેદલા ગામે ઝૂંપડામાં આગ લાગી, બે બાળકો ભડથું, મહિલા દાઝી

  |   Palanpurnews

મહિલા રસોઈ બનાવતી હતી તે સમયે આગ લાગી

અમીરગઢ: ભેદલા ગામના ડુંગરાળ વિસ્તારમાં ઝૂંપડા બનાવીને રહેતા પરિવારના ઝૂંપડામાં આગ લાગી હતી. રસોઈ બનાવતી વખતે અગમ્ય કારણોસર લાગેલી આગમાં બે બાળકો ભડથું થઈ ગયા હતા. જ્યારે એક મહિલા ગંભીર રીતે દાઝી હતી. આગના બનાવ બાદ આખું ઝૂંપડું બળીને ખાખ થઈ ગયું હતું.

આગના બનાવ બાદ અધિકારીઓ દોડી ગયા

ગામના ઝૂંપડામાં આગ લાગ્યાના બનાવની જાણ થતાં જ અમીરગઢી મામલતદાર, ડીડીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાં તપાસ હાથ ધરી હતી. બનાવ ગઈકાલે સાંજે બન્યો હતો.

(તસવીર અને માહિતી: ધવલ જોષી, પાલનપુર)...

ફોટો - http://v.duta.us/J98GqgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xYUCagAA

📲 Get Palanpur News on Whatsapp 💬