મોબાઇલ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપાયો

  |   Rajkotnews

ક્રિકેટ વર્લ્ડ કપના મેચ પર જુગાર રમાડતા એક શખ્સને ગાંધીગ્રામ વિસ્તારમાં દોઢસો ફૂટ રિંગ રોડ, અમૃતા સોસાયટી પાસેથી રાજેશ જાદવજીભાઇ ભોરણિયાને પોલીસે ઝડપી લીધો છે. મૂળ હળવદનાં જુના દેવળિયા ગામનો રાજેશ રાજકોટમાં આ જ વિસ્તારમાં રહી ફર્નિચરનું કામકાજ કરે છે.

નાણા કમાવવા માટે તેણે મોબાઇલ ફોનમાં ઓનલાઇન મોજીલા ફાયરફોક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી યુઝરનેમ તેમજ પાસવર્ડ મેળવી હાલ ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપના મેચ પર ઓનલાઇન જુગાર રમાડતો હતો. તે ઓનલાઇન રૂપિયાની બેલેન્સ મેળવી મેચના સેશનના સોદા લેતો હતો. પોલીસે રાજેશ પાસેથી રોકડા રૂ.5050 તેમજ મોબાઇલ મળી કુલ 20 હજારનો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં રેલનગર લાલ બહાદુર શાસ્ત્રી આવાસમાં પ્રદ્યુમનનગર પોલીસે ગત મોડીરાતે નવીન જમનાદાસ પાટડિયાના કવાર્ટરમાં દરોડો પાડયો હતો. અહીં તીનપત્તીનો જુગાર રમી રહેલા નવીન ઉપરાંત ધર્મેન્દ્ર બાબુ ફીચડિયા, નવિન ભવાનીશંકર પંડયા, જયેશ ભોગીલા માંડલીયા, રાકેશ રાજેન્દ્ર રાણપરા અને સમીર પ્રવિણભાઇ પાટડિયાને પકડી પાડયા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 10,710 કબજે કર્યા છે. આ ઉપરાંત અન્ય સ્થળે જૂગારના દરોડામાં આંબેડકરનગર-1માં જુગાર રમતા ચના હમીર પરમાર, રમેશ રાણા, કિશોર બચુ રાઠોડ, માધા ધના પરમાર અને દિલીપ મોતી સોલંકીને જાહેરમાં જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા અને રોકડા રૂપિયા 750 સાથે કબજે કર્યા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qy-nNwAA

📲 Get Rajkot News on Whatsapp 💬