રંઘોળા ડેમની કેનાલનું રિનોવેશન કાર્ય આખરે હાથ ધરવામાં આવ્યું

  |   Bhavnagarnews

ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામ નજીક આવેલ રંઘોળા ડેમ અંતર્ગત તાલુકાનાં 19 ગામડાઓનાં ખેડુતોને ખેતી માટે સિંચાઇનું પાણી આપવામાં આવે છે. આ કેનાલનું રીનોવેશન હાથ ધરવામાં આવ્યું અને 19 ગામોને આવરી લેતી અને 63 કિ.મી.લંબાઇ ધરાવતી કેનાલ પાછળ અત્યાર સુધીમાં રૂ.5 કરોડનો ખર્ચ કરાયો છે.

અત્યાર સુધી આ કેનાલ ધોરીયા જેવી કાચી કેનાલ હતી. તેથી ડેમમાંથી જયારે પણ પાણી છોડવામાં આવતું ત્યારે છેવાડાનાં ગામડા સુધી પાણી પહોંચતા ખાસ્સો સમય જતો ઉપરાંત કાચી કેનાલનાં કારણે પાણીનો વ્યય પણ ઘણો થતો હોવાથી તાજેતરમાં સરકારનાં સિંચાઇ વિભાગ દ્વારા આ કેનાલને સી.સી.બનાવાનો નિર્ણય લેવામાં આવતા રંઘોળા થી શરૂ થતી આ કેનાલ 19 ગામડાઓને આવરી લેતા કુલ 63 કિ.મી.લંબાઇ ધરાવતી કેનાલ પાછળ અત્યાર સુધીમાં રૂ.5 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. વધુમાં રંઘોળા ડેમ સિંચાઇ વિભાગનાં ઇજનેર એચ.સી.પારેખનાં જણાવ્યા અનુસાર જો વરસાદ સમયસર નહીં થાય તો ડેમને સૌની યોજના હેઠળ ભરવામાં આવશે અને ખેડુતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે.

ફોટો - http://v.duta.us/RrCVCQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5eyZOwAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬