રાજકોટમાં પાકવીમો ચૂકવી આપવાની ખાતરી મળતા ઉપવાસ આંદોલન સમેટાયું

  |   Gujaratnews

। રાજકોટ ।

પાકવીમો ચુકવવા અને ભાવાંતર યોજના અમલી બનાવવા માટે ભારતીય કિસાનસંઘે આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ કર્યુ હતુ જેમાં કિસાન સંઘના ૧૧ અને સૌરાષ્ટ્ર એપીએમસી વેપારીમંડળના પ્રમુખ સહિત કુલ ૧૨ વ્યકિતઓ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા ઉપવાસના દિવસો દરમિયાન સરકારને સદબુદ્ધિ મળે એ માટે હવન પણ કરવામાં આવ્યો હતો.

ચાર દિવસના ઉપવાસ બાદ ગાંધીનગરથી કૃષિમંત્રીએ ખેડૂતોને પંદર વીસ દિવસમાં પાકવીમો ચુકવી દેવાની અને મોડો વીમો ચુકવવા બદલ દરેક ખેડૂતને ૧૨ ટકા વ્યાજ ચુકવવાની જાહેરાત કરતા આજે માર્કેટ યાર્ડ ખાતે ચેરમેન ડી.કે સખિયાના હસ્તે તમામને પારણા કરાવવામાં આવ્ય હતા અને બન્ને સંગઠનોએ ઉપવાસ આંદોલન પૂર્ણ કરાયાની જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારીમંડળના પ્રમુખ અતુલભાઈ કમાણીના જણાવ્યા મુજબ મારકેટયાર્ડના ચેરમેન સખિયાએ ભાવાંતર યોજનાના અમલ માટે સરકાર અને ખેડૂત સંગઠન અને વેપારી સંગઠન વચ્ચે સેતુ બનીને બેઠક યોજવા માટે ખાતરી આપી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2IAHDwAA

📲 Get gujaratnews on Whatsapp 💬