રાજકોટ: અવારનવાર રિસામણે આવવું બહેનને ભારે પડ્યું, ભાઇએ ગળું દબાવીને કરી નાંખી હત્યા

  |   Gujaratnews

આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક ભાઇએ પોતાની વ્હાલસોઇ બહેનની હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં અવારનવાર પોતાની બહેન રિસામણે આવીને પિયરમાં આવી જતી હતી. જેના કારણે કંટાળીને ભાઇએ પોતાની બહેનનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ રાજકોટની લોધિકા પોલીસે ભાઇ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં એક ભાઇએ પોતાની વ્હાલસોઇ બહેનની હત્યા કરી નાંખી હતી. જેનું નામ વિજય છે. વિજયના બહેન આરતી બેનનું થોડા સમય પહેલા લગ્ન થયા હતા. પરંતુ સાસરિયાઓમાં મનમોટાવ અને પારિવારિક ઝઘડાઓના કારણે અવાર નવાર આરતીબેન રિસામણે આવીને બેસી જતા હતા. અને વિજયભાઇ તેમને મનાવીને પાછા સાસરિયે મૂકી આવતા હતા....

ફોટો - http://v.duta.us/s96tygAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/h9fEJwAA

📲 Get gujaratnews on Whatsapp 💬