વલસાડ / ગુંદલાવમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

  |   Valsadnews

ગોડાઉનમાં ગેસ વેલ્ડીંગ કરતા સમયે આગ લાગી હતી

લોકોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા

સુરતઃ વલસાડના ગુંદલાવ ખાતે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગેસ વેલ્ડીંગ કરતા સમયે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગના પગલે લોકોએ બાજુમાં આવેલા ખાનગી બોરમાં પાણી ભરવા જતા બોરમાં પાણી ન મળતા સામેના ઘરમાં પાણી માટે મદદ માંગી હતી. ઘરમાંથી ગોડાઉન સુધી પાણીનો પાઇપ ન પહોંચતા આગ વધી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. ત્રણ ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી....

ફોટો - http://v.duta.us/3i3bhQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8be61gAA

📲 Get Valsad News on Whatsapp 💬