સૌરાષ્ટ્રમાં 1 મહિનામાં 52 હજાર AC, 76 હજાર કુલર, 23 હજાર ફ્રીઝ વેચાયા

  |   Rajkotnews

આકરા તાપ અને ગરમીથી હાલ પ્રત્યેક વ્યક્તિ ત્રાહિમામ પોકારી ગઈ છે. લોકો ગરમીમાં ઠંડકનો અહેસાસ મેળવવા જુદા જુદા નુસખાઓ અજમાવી રહ્યા છે. પરંતુ લોકો સૌથી સરળ જે રસ્તો અપનાવે છે તે એ.સી અને કુલર જેવા ઠંડક આપતા ઉપકરણોનો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા મે માસ દરમિયાન સૌથી વધુ એ.સી, કુલર, રેફ્રિજરેટરનું વેચાણ થયું છે. સૌરાષ્ટ્રભરમાં મોટી સંખ્યામાં લોકો આ પ્રકારના ઠંડક આપતા ઉપકરણો ખરીદવા લગતા તેના પરિણામે સૌરાષ્ટ્રની વીજ ડિમાન્ડ વધી છે. મે મહિનામાં સૌરાષ્ટ્રમાં 52,416 જેટલા એ.સી, 76,440 કુલર અને 23,940 રેફ્રિજરેટર વેચાયાનું ઈલેક્ટ્રિક એસોસિએશનના પ્રમુખ રવજીભાઈ પટેલ અને મંત્રી અમીષભાઈ શાહે જણાવ્યું છે. જેના પરિણામે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની વીજ ડિમાન્ડમાં રેકોર્ડ 300 મેગાવોટનો વધારો થયો છે અને હાલ પાવર ડિમાન્ડ 5029ને પાર થઇ છે. ગરમીથી રાહત મેળવવા લોકો એ.સી, કુલર જેવા ઉપકરણો ખરીદી રહ્યા છે તેની સામે આવા હેવી ઉપકરણોનો નિયમિત ઉપયોગ કરવા માટે વીજલોડ વધારો લેતા નથી જેના કારણે વીજ અકસ્માત થવાની, લોડ વધ-ઘટ અને આગ લાગવાની પણ સંભાવના પ્રબળ બને છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mlPmdwAA

📲 Get Rajkot News on Whatsapp 💬