હત્યા / ધાનેરાના રામપુરાછોટા ગામમાં આડા સંબંધોમાં એક યુવાનની ધાતકી હત્યા

  |   Palanpurnews

આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ધાનેરા: તાલુકાના રામપુરાછોટા ગામે આડા સંબંધોને લઇને એક યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર ઇસમને પોલીસે પકડીને જેલના હવાલે કર્યો હતો. તેની લાશનું પીએમ કરાવી યુવકના વાલી વારસાને સુપરત કરી હતી. ધાનેરાના રામપુરાછોટા ગામે રવિવારની રાત્રિના સમયે એક યુવકની હત્યા કરવામાં આવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

ધાનેરાના શેરગઢ ગામે રહેલા શામળાભાઇ લાધાભાઈ પટેલ તેઓ ધાનેરા ખાતે બોરની મોટરો બહાર કાઢવાનો અને ઉતારવાનો ધંધો કરતા હતા અને તેઓ રવિવારે સાંજે ધાનેરા નગરપાલિકાના બોરની મોટર ઉતારી ઘરે જવા નીકળ્યા હતા, પરંતુ ઘરે પહોંચ્યા ન હતા. સવારે જ્યારે પોલીસના માણસોએ મરણ જનારના ઘરે જઈને જાણ કરેલી કે રામપુરાછોટા ગામે મેંવાભાઈ હાજાભાઇ રબારીના ઘરના આંગણે લાશ પડી છે....

ફોટો - http://v.duta.us/F3eGQgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kLpxowAA

📲 Get Palanpur News on Whatsapp 💬