હિંમતનગરમાં ગોકુલનગર ફાટકે ઓવરબ્રિજ દુર્ગાબજાર રેલવે ક્રોસિંગે અંડરબ્રિજ બનશે

  |   Himatnagarnews

હિંમતનગર શહેરમાં રેલ્વેનું ગેજપરિવર્તન થતાની સાથે ધડાધડ અોવરબ્રિજ અને અન્ડરબ્રીજના વિકલ્પ ઉભા થઇ રહ્યા છે. મહદ્દઅંશે ફાટક વગરના માર્ગો બનાવવાના ભાગરૂપે નિર્ણય લેવાઇ રહ્યો છે. શહેરના ખેડતસીયા રોડ પર ગોકુલનગર ફાટક ઉપર ફ્લાય અોવરબ્રિજ અને દૂર્ગા બજાર રેલ્વે ક્રોસીંગ ખાતે મધ્યમ પ્રકારના વાહનો માટે અન્ડરબ્રિજ તથા તલોદમાં પણ અન્ડરબ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં અાવ્યો છે અને ટૂંક સમયમાં ટેન્ડરીંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં અાવનાર છે.

હિંમતનગર શહેરમાં રેલ્વેનું બ્રોડગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થઇ ગયુ છે શહેરના પાંચબત્તી, સંઘરોડ અને ગોકુલનગર ફાટક ખાતે અાગામી સમયમાં મોટી સમસ્યા ઉભી થઇ શકે તેમ છે પાંચબત્તી અને સંઘરોડ ફાટક પૈકી પાંચબત્તી ફાટક રેલ્વે સ્ટેશનને બીલકુલ અડીને છે અને સંઘરોડ ફાટક 300 મીટરના અંતરે છે. અા બંને ફાટક ચાલુ રાખવા અંગે રેલ્વેતંત્ર તૈયાર નથી. તદ્દપરાંત ગોકુલનગર ફાટકવાળો રોડ ફોરલેન બનાવી દેવાતા બે ફાટકની જરૂરીયાત ઉભી થઇ છે અગાઉ અેક જ ફાટક હતુ જેથી બીજા ફાટકની નવી મંજૂરી લેવી પડે તેમ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/12SHPAAA

📲 Get Himatnagar News on Whatsapp 💬