અમદાવાદ: 24 કલાકમાં પોલીસને આવ્યો બીજો ધમકીભર્યો કોલ, બોંબ મૂકાયાનો મળ્યો મેસેજ

  |   Gujaratnews

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જ શહેરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી છે.

અમદાવાદના નેહરુનગર BRTS બસ સ્ટેન્ડ અને બસોને 3 દિવસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને હજી 24 કલાક પણ થયા નથી ત્યાં અન્ય એક ધમકી મળી છે. રથયાત્રા પૂર્વે અમદાવાદમાં બોંબ બ્લાસ્ટની ધમકીના પગલે ગુજરાત પોલીસ સર્તક થઇ ગઇ છે.

તેની સાથે નારોલની શાહવાડીમાં કચરાપેટીમાં બોંબ મૂકાયાનો મેસેજ પણ ફરતો કરવામાં આવ્યો હતો. મેસેજની જાણ પોલીસને થતા પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ડોગ સ્કવોડના આધારે તપાસ કરી હતી. પરંતુ BDDS અને FSLની તપાસમાં વાંધાજનક કંઈ મળ્યું નહોતું....

ફોટો - http://v.duta.us/kl_8GgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9DzgXQAA

📲 Get gujaratnews on Whatsapp 💬