આસ્થાનો અજીબોગરીબ કિસ્સો, મંદિરમાં ચોરી બાદ મગર દેખાતા લોકોએ ચમત્કાર માની કરી પુજા

  |   Gujaratnews

મહિસાગર જિલ્લામાં આસ્થાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. લુણાવાડાના પાલ્લા ગામે ખોડીયાર મંદિરમાં મગરના દર્શન થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મહિસાગર જિલ્લાના પાલ્લા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી.

ચોરી થયા બાદ મંદિરમાં મહાકાય મગર ઘૂસી ગયો હતો. જેથી પાલ્લા ગામના લોકોમાં આશ્ચર્ય ફેલાઇ ગયું હતું. અને મગરના દર્શન માટે લોકો ભીડ જમાવી દીધી હતી. લોકોએ ફૂલ, કંકુ દ્વારા મંદિરમાં મગરની પૂજા કરી હતી. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો પાલ્લા ગામે માતાજીના મંદિરે ઉમટ્યા હતા. આસ્થાની આ ઘટના બાદ વન વિભાગની મગર પકડવાની કામગીરીમાં વિરોધ પણ જોવા મળ્યો હતો.

પાલ્લા ગામના મંદિર રાત્રીના સમયે ચોર પ્રવેશ્યા હતા અને દાનપેટીના રૂપિયા ચોરી કરીને ચોર ભાગી ગયા હતા. આ ઘટનાના થોડાક કલાક બાદ મંદિરમાં મગર જોવા મળતા ચમત્કાર સમજીને લોકોના ટોળેટોળા મંદિરમાં એકત્ર થઇ ગયા હતા અને મગરને માતાજીએ મોકલ્યો હોવાની આસ્થા સાથે શ્રદ્ધાળુઓએ મગર પર કંકુ ફેંક્યું હતું....

ફોટો - http://v.duta.us/56Ea2AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1EVv1AAA

📲 Get gujaratnews on Whatsapp 💬