આ તે જબરું કહેવાય! હનિમૂનમાં પતિએ બિયર ના પિવડાવતાં પત્ની બરાબરની વિફરી, અને પછી…

  |   Gujaratnews

ઈન્ડોનેશિયામાં હનીમુન વખતે પતિએ બિયર ના પીવડાવતા વિફરેલી પત્નીએ તકરાર કરીને ઝઘડો કર્યો હતો. સસરાએ ખુદ પૂત્રવધુ, તેના પિતા, માતા સહીત ચાર લોકો વિરૂદ્ધ શુક્રવારે રાત્રે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ છૂટાછેડા જોઈતા હોય તો રૂ.૨૦ લાખ આપો નહી તો ખોટા કેસ કરીને હેરાન કરી નાંખીશું તેવી ધમકી આપી હતી.

નિર્ણયનગરની તારંગાહીલ સોસાયટીમાં રહેતાં ચંદુભાઈ વલ્લભભાઈ ગોહીલ (ઉં,૫૦)એ પુત્રવધુ મૈત્રી, તેના પિતા ચન્દ્રકાંત, માતા રેખઆબહેન અને પ્રવીણ હરીભાઈ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ માર્ચ,૨૦૧૮માં ચંદુભાઈના પુત્ર ભાવેશના લગ્ન મૈત્રી સાથે થયા બાદ પતિ,પત્ની હનીમુન માટે ઈન્ડોનેશીયા ગયા હતા.

તે સમયે ભાવેશ અને મૈત્રી સાથે કુંટુંબના અન્ય સભ્યો પણ હતા. હોટલમાં મૈત્રીએ બિયર પીવાની વાત કરતાં ભાવેશે તેનો ઇન્કાર કર્યો હતો. જેના પગલે ઉશ્કેરાયેલા મૈત્રીએ અન્ય મુસાફરોના દરવાજા ખખડાવી હોટલમાં લોકોને પરેશાન કર્યા હતા. તે પછી ભાવીનને ઘરે આવીને મારે તારી સાથે રહેવું નથી. તું મારી સાથે કેવી રીતે રહે છે તે જોઈ લઈશ તેમ કહી ધમકીઓ આપવા લાગી હતી....

ફોટો - http://v.duta.us/qApraAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mvao3gAA

📲 Get gujaratnews on Whatsapp 💬