ઉ. ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં કેવો વરસાદ પડ્યો

  |   Gujaratnews

રાજ્યમાં બાફ અને અસહ્ય ઉકળાટ બાદ આખરે શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થતાં લોકોએ રાહત અનુભવી હતી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર, ડીસા, અંબાજી, સાબરકાંઠા-અરવલ્લી તેમજ મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો.

મધ્ય ગુજરાતમાં દાહોદ, લીમખેડા, ફતેપુરા, સંજેલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. અમરેલી તેમજ ભાવનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો.જે વિસ્તારોમાં અગાઉ વાયુ ઈફેક્ટથી વરસાદ પડયો હતો ત્યાં ખેડૂતોએ વાવણી કરી હતી તેવા વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.

છેલ્લા કેટલાક સમયથી ગરમી અને ઉકળાટથી બફારાનો અનુભવ કરતાં લોકોને વરસાદથી રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મધ્ય ગુજરાતના ઝાલોદ અને દાહોદ પંથકમાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. પવનના કારણે અનેક ઠેકાણે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા....

ફોટો - http://v.duta.us/tIPvdwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rbZEdAAA

📲 Get gujaratnews on Whatsapp 💬