ગજબના ચોર, સ્મશાનગૃહમાંથી 15 થી 18 મણની સગડીની તસ્કરી

  |   Gujaratnews

મેઘરજ તાલુકામાં ગજબના તસ્કરોએ ખાખરીયા-જીતપુર સ્મશાન ગૃહમાંથી સગડીની તસ્કરી કરી જતાં ચકચાર મચી ગઈ છે. ભરચોમાસે કોઈનું મૃત્યુ થાય તો અગ્નિદાહ જમીન ઉપર જ આપવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. જ્યારે 15 થી 18 મણની સગડીની તસ્કરી કોઈ વાહન મારફતે જ થયાની આશંકા છે.

જિલ્લાનું કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં સ્મશાન ગૃહની જરૂર ન પડે. જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે છતાં કાળા માથાનો માનવી ચોરના રૂપમાં સ્મશાન ગૃહને પણ છોડયાં નથી.

મળેલી વિગતો અનુસાર તાલુકાના ખાખરીયા-જીતપુર સ્મશાન ગૃહમાંથી આખે આખી સગડીની તસ્કરી થઈ ગઈ છે અને કોઈ ભંગારીયાના ઈશારે જ તસ્કરી થયાની વિગતો સામે આવતાં કેટલાક ચકોર ગ્રામજનોએ શંકાસ્પદોની ઉલટ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસે પણ સ્મશાનમાંથી સગડી ચોરનારા તસ્કરોને શોધવા રહ્યા....

ફોટો - http://v.duta.us/aqdrrwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NO8j2QEA

📲 Get gujaratnews on Whatsapp 💬