નિયમ / ભરૂચમાં બીજા દિવસે 88 વાહનો સામે દંડનીય કાર્યવાહી

  |   Bharuchnews

બે દિવસમાં 160થી વધુ વાહનો સામે પગલાં છતાં રીકશા અને વાનમાં છાત્રોને ખીચોખીચ બેસાડાય છે

Divyabhaskar.comJun 23, 2019, 10:22 AM ISTભરૂચ: ભરૂચ શહેરમાં સ્કુલવર્ધીના વાહનો સામે પોલીસની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત રહી હતી. શનિવારે વિવિધ વિસ્તારોમાં નિયમોનો ભંગ કરવા બદલ 50 સ્કુલવાન અને 38 રીકશાઓના ચાલકો દંડ ફટકારવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ પણ 83 સ્કુલવર્ધીના વાહનો સામે કાર્યવાહી કરાઇ હતી. બે દિવસથી કાર્યવાહી ચાલી રહી હોવા છતાં સ્કુલવાન અને રીકશામાં નિયમ કરતાં વધારે બાળકો બેસાડવામાં આવતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

અમદાવાદમાં સ્કુલવાનમાંથી બાળકો પડી જવાની ઘટના બાદ પોલીસ સ્કુલવર્ધીના વાહનો સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. વિશ્વ યોગ દિવસથી સ્કુલવર્ધીના વાહનોની તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે જે બીજા દિવસે પણ ચાલુ રહી હતી. શનિવારના રોજ વિવિધ શાળાઓની બહાર પોલીસની ટીમોએ કરેલી કાર્યવાહી દરમિયાન 88 વાહનો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં 50 સ્કુલવાન અને 38 રીકશાઓનો સમાવેશ થવા જાય છે. પોલીસે 88 વાહન ચાલકો પાસેથી 8800 રૂપિયાના દંડની વસૂલાત કરી હતીબે દિવસમાં 160 કરતાં વધારે સ્કુલ વર્ધીના વાહનો સામે પગલા ભરવામાં આવ્યાં છે. પોલીસની કાર્યવાહી હોવા છતાં હજીય સ્કુલ રીકશાઓ અને વાનમાં નિયમ કરતાં વધારે બાળકો બેસાડવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે....

ફોટો - http://v.duta.us/XWjhwgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gZIA3QAA

📲 Get Bharuch News on Whatsapp 💬