બાળકોની સલામતી માટે સુજાપુરા શાળામાં શિક્ષણકાર્ય બે પાળીમાં કરવા મજબૂરી

  |   Mehsananews

ચાણસ્મા,તા.22 જૂન 2019, શનિવાર

બહુચરાજી તાલુકાના આશરે ૧૫૦૦ની જનસંખ્યા ધરાવતા અંતરીયાળ અતિ પછાત ૧૦૦ ટકા બક્ષીપંચની જન સંખ્યા ધરાવતા સુજાણપુરા ગામે પ્રાથમિક શાળાના ચાર જેટલા ઓરડા જર્જરીત થઈ જવાને કારણે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની સલામતીના ભાગરૃપે ગત સપ્તાહથી શાળાને બે પાળીમાં શિક્ષણ આપવાની ફરજ પડી છે. જેથી ભુલકાઓના ભાવિ માટે સત્વરે નવીન ઓરડાઓની મંજૂરી માટે સ્થાનિક ગ્રા.ંપ. દ્વારા મહેસાણા જિલ્લાકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

સુજાણપુરા ગામની પ્રા.શાળામાં ધો.૧ થી ૮માં આશરે ૧૫૦ જેટલા બાળકો શિક્ષણના પાઠ શીખી રહ્યા છે. આ શાળામાં હાલમાં ૬ શિક્ષકો ફરજ બજાવે છે. શાળામાં ભુલકાઓ અભ્યાસ કરે છે તેવા ચાર ઓરડાઓ વર્ષો જુના હોઈ મોટી તીરાડો પડી ગઈ છે. ચોમાસામાં તુટેલા પતરાઓમાંથી પાણી પડે છે. ઓરડાના ભોંય તળીયાનું ઠેકાણું નથી. આ અંગે સ્થાનિક ગ્રા.પંચાયત અને શાળા પરિવાર દ્વારા મહેસાણા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી અને જિલ્લા વિકાસ અદિકારીનું લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેની લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેની ગંભીરતાને લઈ જિલ્લા સત્તાવાળાઓ દ્વારા આ ચારેય ઓરડાઓને ડેમેજ જાહેર કરી બંધ કરી દેવામાં આવ્યા હતા અને ઓરડાઓની ઘટને કારણે બાળકોનો અભ્યાસ ન બગડે તે હેતુથી શાળાને બે પાળીમાં ફેરવી દેવામાં આવી છે. અને બંધ કરાયેલા રૃમોને ભયગ્રસ્ત જાહેર કરી નવીન રૃમો બનાવા માટેની શાળાની દરખાસ્ત જિલ્લા કક્ષાએ પહોંચતાં આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે....

ફોટો - http://v.duta.us/1nteCQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/iwwqQgAA

📲 Get Mehsananews on Whatsapp 💬