મૂળીના ખંપાળીયા ગામના ખેતરમાં ગાંજાના વાવેતર સાથે એક ઝડપાયો

  |   Surendranagarnews

સુરેન્દ્રનગર તા.22 જૂન 2019, શનિવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે જિલ્લામાં દિન-પ્રતિદિન ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મુળી તાલુકાના ખંપાળીયા ગામની સીમમાં આવેલ કોઈ ખેતરમાં મોટાપાયે ગાંજાનું વાવેતર થતું હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી એસઓજી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જે દરમ્યાન ગાંજાનું વાવેતર કરતાં એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, ચોટીલા સહિતના અનેક તાલુકાઓમાં અગાઉ પણ ગેરકાયદેસર અને પ્રતિબંધિત અફીણ તેમજ ગાંજાનું વાવેતર કરતાં શખ્સો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમ છતાંય માથાભારે શખ્સો અને બુટલેગરો દ્વારા ગેરકાયદેસર રીતે અફીણ અને ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી....

ફોટો - http://v.duta.us/6zgf3QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qw_ekAAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬