રાજ્યસભા ચૂંટણીમાં બે મુરતિયા નક્કી કરવા કોંગ્રેસ કરશે આ કામ, દિલ્હી દરબારમાં લોબિંગ શરૂ

  |   Gujaratnews

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 25મી જૂન છે. આ જ દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષની મહત્ત્વની બેઠક 24મી જૂને બપોરે ગાંધીનગર ર્સિકટ હાઉસ ખાતે બોલાવવામાં આવી છે.

આ બેઠકમાં રાજ્યસભામાં કયા બે ઉમેદવારોને મોકલવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે જ આગામી બીજી જુલાઈથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળવાનું છે ત્યારે વિધાનગૃહમાં કોંગ્રેસ પક્ષે શું કરવું તે મુદ્દે રણનીતિ ઘડવામાં આવશે.

સૂત્રો કહે છે કે, રાજ્યસભાની એક બેઠક માટે કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હી દરબાર જઈ આવ્યા છે અને પોતાને મોકલવામાં આવે તે માટેની રજૂઆત કરી આવ્યા છે. મોટા ભાગના પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ આ લાઇનમાં હતા. જોકે ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડયું જેમાં એક જ દિવસે બે બેઠકો માટે ચૂંટણી પરંતુ મતદાન પ્રક્રિયા અલગ અલગ કરાવવાનું નોટિફિકેશન બહાર પાડયું તેને લઈ કોંગ્રેસના સિનિયર નેતાઓ નિરાશ થયા છે....

ફોટો - http://v.duta.us/aiz0yQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-b0NpQAA

📲 Get gujaratnews on Whatsapp 💬